તાપી જિલ્લાની હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે “PATHIK” એપમાં કરવાની રહેશે

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ અને કોસ્ટલ સિકયુરીટી ગુજરાત રાજય અમદાવાદના દ્વારા રાજયના તમામ શહેર જિલ્લાઓમાં આવેલ હોટલ /ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળાઓમાં રહેઠાણ માટે આવતા ગ્રાહકોની નિયમિત રીતે નોંધણી થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા વિકસાવવામાં આવેલ પથિક સોફ્ટવેર દરેક શહેર/જીલ્લાઓમા આવેલ હોટલ/ગેસ્ટહાઉસ/ મુસાફરખાના/ધર્મશાળાઓમાં કાઉન્ટર ઉપર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી હોટલ/ગેસ્ટહાઉસ/ મુસાફરખાના/ધર્મશાળાઓમાં આવતા ગ્રાહકોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા તથા પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરવા તેમજ પથિક સોફ્ટવેરનો ઉપયોગ ફરજીયાત બનાવવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જીલ્લાનાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસ/ મુસાફરખાના/ધર્મશાળાઓમાં અસામાજિક તત્વો તથા આંતર જીલ્લા તેમજ આંતર રાજયનાં ગુનેગારો તેમજ ત્રાસવાદી સંગઠનોનાં માણસો રોકાઇને પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપે તેવી સંભાવના રહેલી હોય, આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ હોટલ/ગેસ્ટહાઉસનાં માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની સાથે દરેક હોટલ/ગેસ્ટ હાઉસ ખાતેના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથિક (Program for Analysis of Traveller & Hotel Informatics) સોફટવેર ઇન્સ્ટોલ કરી તેમા પણ ગ્રાહકોની નિયમિત અને ફરજીયાત એન્ટ્રી કરે તે સારૂ તાપી જીલ્લા વિસ્તારમાં સાગર મોવલીયા (જી.એ.એસ.) ઇં.ચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૧) હેઠળ મળેલ સત્તાની રૂએથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

તાપી જિલ્લાનાં હદ વિસ્તારમાં આવેલ તમામ હોટેલ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળા/ મુસાફરખાનાના માલિકે સદર જગ્યાએ રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સહિતનું એક કોમ્પ્યુટર લગાવવાનું રહેશે. અને તેમા ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ”PATHIK” (Program for Analysis of Traveller & Hotel Information) સોફટવેર ઇન્સ્ટોલ કરવાનું રહેશે તેમજ તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ પણ આ ’PATHIK’” સોફ્ટવેરમાં ફરજીયાત પણે ઓનલાઇન કરવાની રહેશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ઘરાવતા તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ તા.૦૧-૧૧-૨૦૨૩ થી તા..૧૫.૧૧.૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે..

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી