સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામે આવેલ ધારેશ્વર જવેલર્સ નામની દુકાનમાં ગત રોજ રાતના સમયે તસ્કરો ત્રાટક્યા હતા જેમાં દુકાનનું શટલના લોખંડની અડાગરા પટ્ટી તોડી અંદર પ્રવેશ કરને ,ચાંદીની બંગડી નંગ-15 જેમનું વજન 550 ગ્રામ જેમની કિંમત રૂપિયા 38,500/- તથા ,ચાંદીના મંકોળી સાંકડી નંગ-07 જેમનું વજન 700 ગ્રામ જેમની કિંમત રૂપિયા 49000/- ,ચાંદીની કમરની સાંકડી નંગ-01 જેમનું વજન 250 ગ્રામ જેમની કિંમત રૂપિયા 17, 500/- ,
ચાંદીના સેરી કડા જોડી નંગ-01 જેમનુ વજન 500 ગ્રામ જેમની કિંમત રૂપિયા 35, 000/- તથા ,ચાંદીના પગના વાડા જોડી નંગ-01 જેમનું વજન 300 ગ્રામ જેમની કિંમત રૂપિયા 21, 000/- તથા ,ચાંદીની સારણી શટ જોડી નંગ-01 જેમનું વજન 400 ગ્રામ કિંમત રૂપિયા 28,000/- થાય છે.
જેનું કુલ વજન 2700 એટલે કે બે કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત 1 લાખ 89 હજારની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવને લઈ સુમિત ભાઈ એ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે..