સમય ક્રાંતિ ન્યૂઝ..
ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેપી નડ્ડાજી,ગોવિંદ ધોળકિયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય મયંકભાઇ નાયક અને જશવંતસિંહ સલામસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે.
ગુજરાતની સાથે ભાજપે મહારાષ્ટ્રમાંથી પણ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અશોક ચવ્હાણ તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ સિવાય ભાજપે મેઘા કુલકર્ણી અને અજીત ગોપછાડેને ઉમેદવાર બનાવ્યા છે.
ગુજરાતમાંથી મનસુખ માંડવિયા-પુરૂષોત્તમ રૂપાલાને રિપીટ ના કરાયા
ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભાજપે ચાર નવા ઉમેદવારની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં આવ્યા નથી. આ બન્ને નેતાઓના લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા છે.