સમય ક્રાંતિ ન્યૂઝ..
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે આજે
કેજરીવાલની ધરપકડ કરી છે. ટીમે આજે 21 માર્ચે કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નિવાસસ્થાને પહોંચી જઈ પૂછપછ શરૂ કરી હતી. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટ હવે આ અરજીની સાથે પહેલાથી પેન્ડિંગ પિટિશનની સુનાવણી 22 એપ્રિલે કરશે. EDએ કોર્ટને પુરાવા બતાવ્યા દિલ્હી હાઈકોર્ટમાં લંચ બ્રેક બાદ શરૂ થયેલી સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે કયા પુરાવાના આધારે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે. આ સમય દરમિયાન, ન્યાયાધીશ તમામ હકીકતો સાથે તેમની ચેમ્બરમાં ગયા અને ફરીથી સુનાવણી શરૂ થઈ. EDએ કોર્ટને વિનંતી કરી હતી કે તે હકીકતો માત્ર કોર્ટ દ્વારા જ જોવામાં આવે અને તે અરવિંદ કેજરીવાલના વકીલને બતાવવામાં ન આવે. EDએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે કોઈ ચૂંટણી લડી રહ્યા નથી. તેઓ ગમે ત્યારે વિપાસનામાં જાય છે પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આવતા નથી.