મહુડાનું ફુલ આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન

સમય ક્રાંતિ ન્યૂઝ..

દંડકારણ્ય વન પ્રદેશ ડાંગ જિલ્લો અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકા વન અને ડુંગરોમાં વસેલો પ્રદેશ છે. જેમાં મહુડાનાં વૃક્ષો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ડાંગ જિલ્લાનો મુખ્ય તહેવાર હોળી સમયે આવતા મહુડાનાં ફુલ અહીંના આદિવાસીઓને પૂરક રોજગારી આપે છે. મહુડાના પાન સળગાવીને મહુડાના વૃક્ષ પાસે સફાઈ કરીને જગ્યા સ્વચ્છ બનાવે છે. મહુડા ઉપરથી મહુડાનાં ફૂલ આખી રાત અને આમ જોઈએ તો આખો દિવસે પડે છે. સ્ત્રીઓ, પુરુષો, બાળકો આ ફુલ વીણી ટોપલીઓ ભરીને પોતાના ઘરે લઈ જાય છે અને સુકવીને બજારમાં વેચે છે. અને તેના દ્વારા આવક પ્રાપ્ત કરી રોજગારી મેળવે છે. આદિવાસીઓ આ સુકવેલા મહુડાનાં ફુલ માંથી દેશી દારૂ પણ બનાવે તેને મહુડાનો દેશી દારૂ પણ છે. કહેવાય છે અને કે તે દેશ વિદેશમાં વખણાય છે.

આ મહુડાનો દેશી દારૂ દવાનું કામ પણ કરે છે. બાળકોને શરદી, ખાંસી, તાવ આવ્યો હોય ત્યારે મહુડાનો દેશી દારૂ લગાડવાથી શરદી, તાવ મટી જાય છે. આ મહુડાઓ દેશી દારૂ ગાળવાના કામમાં પણ આવે છે. મહુડાના ફુલ શહેરોમાં દવા બનાવવાના કામમાં પણ આવે છે. મહુડાના ફુલ ખરવાના બંધ થતા મહુડાનાં વૃક્ષ પર મહુડાની ડોળી લાગે છે. આ ડોળીઓને અહીંની સ્થાનિક ભાષામાં મગડોળી પણ કહેવાય છે. આ મહુડાની ડોળીઓ આદિવાસીઓ વીણે છે. તેનુ તેલ કાઢીને ખોરાકમાં ઉપયોગ કરે છે. આદિવાસીઓના કલ્પવૃક્ષ એટલે મહુડો, ડાંગ જિલ્લામાં ધનૌર જં જંગલ અને જંગલોમાં વસતાં ગામોમાં લોકો મહુડા વીણતા જોવા મળશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

મહુડાના વૃક્ષ પરથી ખરતા ફલ આયુર્વેદિક દવા મહુડો તરીકે બનાવવા અને ખાવા માટે અત્યંત ઉપયોગી છે. તેમજ આદિવાસી પરિવારો મોટી માત્રામાં મહુડા વીણી ને સુકવીને નાણાકીય આવક ઉભી કરે આ મહુડા વૃક્ષ ની ઉપયોગિતાના કારણે છે. ક્યારેક ચામાચીડિયા મહુડા ઉપરથી મગ ડોળી લઈ બીજા વૃક્ષો પર બેસીને ખાય છે તો ત્યાંથી પણ ડોળીને ભેગી કરાય છે. મહુડાના લાકડાનો ઈમારતી લાકડા તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય મહુડાના વૃક્ષો કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે. મહુડા આયુર્વેદિક દવા બનાવવા માટે અત્યંત ઉપયોગી છે. મહુડાનાં કાચાં ફળોમાંથી શાક પણ બનાવવામાં આવે છે. પાકી ગયેલા ગરખાવામાં લાગતો હોય છે.

પ્રતિ વૃક્ષ એના આયુષ્ય અનુસાર વાર્ષિક ૨૦થી ૨૦૦ કિલો વચ્ચે બીજનું ઉત્પાદન કરી શકતું હોય છે. મહુડાની ડોળી (બીજ)ના તેલનો ઉપયોગ (જે સામાન્ય તાપમાન પર જામી જાય છે) ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઇંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મહુડાના ફૂલો માંથી દેશી દારૂ, કે જેને બનાવવામાં આવે તેની છાલ અને અન્ય અંગો ઔષધિય ગુણ ધરાવે છે. અહીંના આદિવાસી સમુદાયોના લોકોમાં એને પવિત્ર માનવામાં આવે છે
આયુર્વેદમાં મહુડાનાં ઝાડનો ઉપયોગ ઔષધી તેમજ વધુ બીમારીઓથી બચવા તથા લોકો ફૂલ વીણતા જોવા મળ્યા છે. હાલમાં મહુડાનાં ફૂલ પડવાની સીઝન ચાલી રહી છે અને અનેક લોકો વહેલી પરોઢિયે ફુલ વીણતા જોવા મળી રહયા છે. મહુડાના ઝાડની છાલ પાન બીજ ફુલ સહિત અનેક રીતે વિવિધ બીમારીઓમાં ઉપયોગી છે આયુર્વેદમાં મહુડાના ઝાડનો ઉપયોગ ૨૦૦થી વધુ બીમારીઓમાં થતો હોવાની માન્યતા છે. સાથે આદિવાસી સમાજ મહુડાના બીજને વીણી તેમાંથી નીકળતા તેલનો ઉપયોગ ભોજનમાં કરે છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી