સયાજી મેદાન ખાતે વોર્ડનં 2 ની બુથ વાઇસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ..

સમય ક્રાંતિ ન્યૂઝ..

વ્યારા નગર ખાતે આવેલ સયાજી મેદાન માં પ્રથમ વાર વોર્ડ નંબર 2 માં પ્રથમ વખત બુથ વાઈસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન કરવામાં આવેલ હતું આ ટુર્નામેન્ટ માં કુલ 22 ક્રિકેટ ટીમો એ ભાગ લીધેલ હતો.


જેમાં તારીખ 7 મી જૂન 2024ના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઓપનિંગ વોર્ડ નંબર 2 ના નગર સેવકો અને વોર્ડ ના આગેવાન શ્રીઓના હસ્તક કરવામાં આવેલ હતું,
દરેક મેચના અતે મેન ઓફ ધી મેચની ટ્રોફી આયોજક શ્રીઓ તરફ થી આપવામાં આવતી હતી, ફાઇનલ મેચ માલીવાડ હીરોઝ અને વૃત્તિ ઇલેવલ વચ્ચે રમાયેલ હતી, ફાઇનલ મેચ ખુબજ રસાકસી પૂર્વક રમાયેલ હતી અને ટાય માં પરિણમી હતી,આયોજક શ્રીઓએ નક્કી કર્યા મુજબ સુપર ઓવર મેચ ના અંતે માલીવાડ હિરોજ વિજેતા થઈ હતી,

WhatsApp Group Join Now
Instagram Page Join Now


ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે,વોર્ડ નંબર 2 ના નગર સેવક સંજયભાઈ સોની, તરફ થી પ્રથમ ઈનામ માલીવાડ હીરોજ ના કેપ્ટન મઝહર કાઝી તેમની ટીમ ને આપવામાં આવેલ હતું અને બીજું ઈનામ 15 હજાર વૃત્તિ ઇલેવનના કેપ્ટન સમીરભાઈ શાહ અને તેમની ટીમ ને આપવામાં આવેલ હતું, આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં વોર્ડ નંબર 2 ના નગર સેવક મૃણાલભાઇ જોષી તરફ થી 3 દિવસ ચા નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તથા નિમિષાબેન હેમંતભાઈ તરસાડીયા ,અનેપ્રીતિબેન ભાવિનભાઈગામીત, રાકેશભાઈ ચૌધરી,ચંદુભાઈ પ્રજાપતિ, સાહિલભાઈ ગામિત, અક્ષય પંચાલ,તરફ થી આ ટુર્નામેન્ટમાં સારો સહયોગ મળ્યો હતો,આ ટુર્નામેન્ટ ફાઇનલ માં વિજેતાની ટ્રોફી સંજયભાઈ સોની,વ્યારા નગરપાલિકા ના પ્રમુખ શ્રી રિતેશભાઈ ઉપાધ્યાય અને કાશીનાથ ભાઈ પટેલ મૃણલભાઈ જોષી ના વરદ હસ્તે આપવામાં આવેલ હતી, આ ટુર્નામેન્ટ ની બધીજ ટ્રોફી તેજસભાઇ વાનખેડેના પરિવાર તરફ થી આપવામાં આવેલ હતી,ખાસ કરી ને ટુર્નામેન્ટ ને સફળ બનાવવા આયોજક, સિદ્ધેશ સોની, રિઝવાન પઠાણ, રઇસ બાગવાન, દુષ્યંત ખૈર,હિરેન પારેખ,ગણેશ ખેડવન, વિવેક પાટીલ,ચિરાગ સોની, અયાન મલેક,બિલાલ શેખ, રજજત બુંદેલાં,સમીર શાહ,પિયુષ રાણા,રાહુલભાઇ ખેડવાન,તથા વોર્ડ નંબર 2 ના મોટી સંખ્યા માં યુવા મિત્રો,એ ટુર્નામેન્ટ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી..

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી