સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનીયારી ગામની સસ્તા અનાજ ની દુકાન પરથી ગરીબો ને આપવામાં આવતા અનાજ માં ચણા નીકળતા મીડિયા દ્વારા એહવાલ પ્રસારિત કરાયો હતો.જે પ્રકરણમાં શું કાર્યવાહી કરાઈ એની કોઈ માહિતી પુરવઠા વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરી નથી,ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકો પાસે ચાર વહીવટદારો દ્વારા પૈસા ઉઘરાવામાં આવતા હોવાની ચર્ચા ચાલી રહી છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકો પાસે પુરવઠા વિભાગ ના અધિકારી ,કર્મચારી તેમજ સેવાસદન માં આપવાના હોવાના યેનકેન પ્રકારે બહાના બનાવી બે હજાર થી લઈ ચાર હજાર રૂપિયા નું મહિના ના અંતે ઉઘરાણું કરવામાં આવતું હોવાની ચોકાવનારી માહિતી મળી છે.જે પ્રકરણમાં ઇન્ચાર્જ પુરવઠા અધિકારી જો તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવે એવી શકયતા સેવાઈ રહી છે.તાપી જિલ્લામાં અનાજ ના ગોડાઉન પર લાગેલા સીસીટીવી થી છૂપાવી કેટલાક વિસ્તારોમાં અનાજ ની ચોરી કરવામાં આવતી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.જેમાં મોડી રાત્રે જો પુરવઠા અધિકારી અથવા કલેકટર જો રેડ પાડે તો મોટું કૌભાંડ ઝડપાઈ તેવી શકયતા છે.ત્યારે તાપી જિલ્લામાં આવેલ સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકો પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા પડાવતા ચાર વહીવટદારો પુરવઠા અધિકારી અથવા મામલતદાર ને હપ્તો તો નથી આપી રહ્યા ને??? કે પછી મામલતદાર અથવા પુરવઠા વિભાગ ના અધિકારીઓ ની દમદાટી આપી પૈસા ઉઘરાવી રહ્યા છે??? જે પૈસા થી તેમના ખિસ્સા તો ગરમ નથી કરી રહ્યા ને??? અગાઉ પણ તાપી જિલ્લા માંથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાઈ ચૂક્યું છે ત્યારે પુરવઠા વિભાગ પોતાની આળસ ખંખેરી કામગીરી કરે એ જરૂરી બન્યું છે!!!! વધુ એહવાલ માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ આભાર..