વ્યારા નગરમાં ભવ્ય વિકાસ પદયાત્રા યોજાઈ જેમાં કલેકટર સહિતના અધિકારીઓ જોડાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

કલેકટર શ્રી વિપિન ગર્ગના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિકાસ પદયાત્રામાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, પોલીસ બેન્ડ, રમતવીરો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા..

તાપી જિલ્લાના વ્યારામાં સયાજી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય વિકાસ પદ યાત્રા નીકળી હતી. કલેકટર શ્રી વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન શાહ, પ્રાયોજના વહીવટદારશ્રી બાગુલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિ પટેલ સહિતના મહાનુભાવોએ સાયજી ગ્રાઉન્ડ ખાતેથી લીલીઝંડી આપી, આ પદયાત્રામાં જોડાયા હતા.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ વિકાસ પદયાત્રાને સાયજી પૂતળા ચાર રસ્તા, જૂના બસ સ્ટેન્ડ રોડ સુધી પગપાળા યોજાયેલી યાત્રામાં પોલીસ બેન્ડના તાલે સૌ પદયાત્રામાં શામેલ થયા હતા. આ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને વિકાસનું રોલ મોડલ બનાવવા અને દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાની સફળતાના ૨૩ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યભરમાં અંદાજે રૂ. ૩૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસના કંડારેલા પથ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.
કલેકટરશ્રી વિપિન ગર્ગએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર ઘોષિત કરવા માટે આપણે સૌએ રાષ્ટ્ર નિર્માણની પ્રવૃતિ કરવી જોઈએ અને આપણો તાપી જિલ્લો પણ વિકસિત ભારત માટે અગ્રેસર રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ પદયાત્રાની શરૂઆત ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ કરવામાં આવી હતી. નગરમાં નીકળેલી પદયાત્રા જોઈ રાહદારીઓ અને શહેરીજનોએ માનભેર પોતાના મોબાઈલમાં વિડીયો અને ફોટો લીધા હતા. પોલીસ જવાનો, રમતવીરો અને વિધ્યાર્થીઓના તાલબદ્ધ ચાલવાથી વિકસિત ભારતના નિર્માણ માટે આપણા રાજ્યને અગ્રિમ રાખવાની નેમ સાથે યોજાયેલી આ પદયાત્રામાં પોલીસ બેન્ડ, પ્લેકાર્ડ સાથેના નાગરિકો, અને અધિકારીઓના કાફલાથી આ યાત્રા જાજરમાન, ભવ્ય અને યાદગાર બની ગઈ હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી