Velentine day ના દિવસે જ પ્રેમજાળમાં ફસાવી મહિલા અને તેનો પ્રેમી 96 લાખ ચોરી કરી ફરાર

સમય ક્રાંતિ ન્યૂઝ..

શહેરના વેડરોડ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા ૯૬.૪૪ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. હાલમાં ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મુજબ વેડરોડ વિરામનગર સોસાયટી સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 39 વર્ષી.ય દીલીપ ધનજી ઉકાણી ગતરોજ જયશ્રી દિનેશ ભગત (ઉ.વ.૨૯) અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલ (ઉ.વ.૩૦) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલ કુષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. આ દરમ્યાન તેનો જયશ્રી સાથે પ્રેમ સંબંધ થતાં બંને જણા સાથે રહેવા લાગ્યા હતા. જયશ્રીના બંને દિકરાઓ પણ સાથે જ રહેતા હતા. જયશ્રીએ દીલીપને તેના પતિ દિનેશ સાથે છુટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જેથી દીલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી સાથે રહેવા લાગ્યા બાદ પણ તેનો પ્રેમી શુભમ અવાર નવાર મળવા માટે આવ્યો હતો. જે અંગે પુછતા શુભમ સાથે બ્રેક અપ થઈ ગયું હોવાનું કહેતી હતી અને ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધુ હતુ. ગત ૨૩મી જાન્યુઆરીના રોજ દીલીપે કૂષ્ણુકંજ સોસાયટીનું મકાન વેચી નાંખ્યું હતું જેના રૂપિયા ૯૬.૪૪ લાખ આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મુકી રાખી હતી. જે દરમ્યાન ગત ૩૧મી જાન્યુઆરીના રોજ જયશ્રીએ તેના દીકરાઓને પિતાના ઘરે ડભોલી ગામના ઘરે મુકવા માટે ગઈ હતી. પરંતુ પિતા ઘરે ન હોવાથી જયશ્રી ત્યાં ઉભી રહી દીલીપને શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતા હતા ત્યાં તેમની પાસે દીકરાઓને મુકીને આવો હોવાનું કહી મોકલી આપ્યા બાદ ત્યાંથી જયશ્રી નાસી ગઈ હતી. દીલીપભાઈએ ઘરે આવી ફોન કરતાં મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેમની શંકા જતા ઘરનો દરવાજાનું તાળુ તોડી તપાસ કરતા મકાન વેચાણના રોકડા ૯૬.૪૪ લાખ ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ પણ બંધ હતી. આ બંને જણા પૈસા ચોરી ગયા હોવાનુ બહાર આવતા દીલીપભાઈએ ગતરોજ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુ સમાચાર મેળવવા..

samaykranti.com

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી