સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત શહેરે હાંસલ કરી છે. સ્વચ્છતા અને શુદ્ધ હવા બાદ હવે સુરત શહેરે વધુ એક ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે દેશભરમાં ડંકો વગાડી નંબર 1 હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ એવોર્ડ આપી સુરતનું સન્માન વધાર્યું છે.

ભારતીય જળશક્તિ મંત્રાલય દ્વારા આજે 22 ઓક્ટોબર 2024ના રોજ અર્બન લોકલ બોડીના એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત દેશભરમાં ડંકો વગાડ્યો છે. સુરત શહેરે દેશના અન્ય 131 શહેરોને પાછળ છોડીને બેસ્ટ અર્બન લોક બોડીનો એવોર્ડ જીત્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂના હસ્તે આ એવોર્ડ સુરત શહેર ભાજપના પદાધિકારીઓ અને સુરત મહાનગર પાલિકા કમિશનરને એનાયત કરવામાં આવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં / જીલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ જળ સંરક્ષણની અમલવારી સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે જળ શક્તિ મંત્રાલય તરફથી વિવિધ કેટેગરીઓમાં નોમીનેશન્સ મંગાવવામાં આવે છે તથા સઘન રીતે મુલ્યાંકન કર્યા બાદ ટ્રોફી, સર્ટીફીકેટ તેમજ રોકડ પુરસ્કારથી વિજેતાઓને બિરદાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા તરફથી બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં શહેર વિસ્તારમાં અમલમાં મુકવામાં આવેલા વિવિધ પાસાઓ જેવા કે ગટરના પાણીનો ટર્શરી ટ્રીટ્મેન્ટ પ્લાન્ટ મારફત રિસાયકલ અને તેનો ઓદ્યોગિક એકમોમાં પુન: ઉપયોગ તેમજ તેના પરિણામે 115 એમ.એલ.ડી. જેટલા પીવાના પાણીની બચત, શહેર વિસ્તારમાં ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સિસ્ટમ પ્રસ્થાપિત કરવાની કામગીરી તેમજ લોકોને ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સીસ્ટમ પ્રસ્થાપિત કરવા લોકોને પ્રોત્સાહિત કરવા, વિકસિત વ્યાપક ગટર વ્યવસ્થા તેમજ શહેર વિસ્તારમાં કરવામાં આવેલ વ્યાપક ટ્રી પ્લાન્ટેશન વિગેરેનો સમાવેશ કરી સંકલિત નોમીનેશન મોકલવામાં આવ્યું હતું.

આ તમામ પાસાઓની ખરાઈ તથા જરૂરી મુલ્યાંકન કરી જળ શક્તિ મંત્રાલય દ્વારા સુરત મહાનગરપાલિકાને બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા તરીકે જાહેર કરાયું છે. એવોર્ડ સમાંરભ આજે તા. 22 ઓક્ટોબર 2024ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્લી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

Related Posts
તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી