‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ નું એડવાન્સ બુકિંગ શરૂ થયું, શાહિદ અને કૃતિની ફિલ્મે રિલીઝ પહેલા જ કરી કમાણી

સમય ક્રાંતિ ન્યૂઝ..

શાહિદ કપૂર અને કૃતિ સેનનની મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક કોમેડી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ખૂબ ચર્ચામાં છે. ચાહકો આ સ્ટાર્સની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે બેતાબ છે. આ સાથે જ ફિલ્મના પ્રથમ દિવસ માટે જબરદસ્ત એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે.

પહેલા દિવસે કરશે બમ્પર કમાણી!

શાહિદ કપૂર અને કૃતિ સેનનની જોડી પહેલીવાર ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં સ્ક્રીન પર જોવા મળશે. આ સાથે જ ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના પ્રથમ દિવસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. SACNILCના રિપોર્ટ અનુસાર, ફિલ્મની અત્યાર સુધીમાં 4,758 ટિકિટ વેચાઈ છે, જેના પરિણામે કુલ 13.26 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે.રિઝનલ લેવલ પર મહારાષ્ટ્ર 4.67 લાખ રૂપિયાના કલેક્શન સાથે મોખરે છે, ત્યારબાદ દિલ્હી 4.05 લાખ રૂપિયા સાથે બીજા ક્રમે છે. છત્તીસગઢે ફિલ્મના પ્રભાવશાળી ઓપનિંગ કલેક્શનમાં 1.51 લાખ રૂપિયાનું યોગદાન આપીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા સૂચવે છે કે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ને સારી ઓપનિંગ મળી શકે છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

શું છે ‘તેરી બાત મેં ઐસા ઉલ્ઝા જીયા’ની સ્ટોરી?

‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ કોમ્પ્યુટર એન્જિનિયર આર્યનની સ્ટોરી છે. આ પાત્ર શાહિદ કપૂરે ભજવ્યું છે. ફિલ્મમાં આર્યન એટલે કે શાહિદ, કૃતિ દ્વારા ભજવવામાં આવેલ પાત્ર સિફ્રાના પ્રેમમાં પડે છે. શરૂઆતમાં શાહિદ કપૂરને જાણ નથી હોતી કે, SIFRA નો અર્થ સુપર ઇન્ટેલિજન્ટ ફીમેલ રોબોટ ઓટોમેશન છે.આર્યન સિફ્રા સાથે જેટલો વધુ સમય વિતાવે છે તેટલો જ તે તેના પ્રેમમાં પડતો જાય છે. એક દિવસ આર્યનને ખબર પડી કે, સિફ્રા એક રોબોટ છે અને તેની બેટરી ઓછી છે. આર્યન એ જાણીને ચોંકી ગયો છે કે તે આ સમય દરમિયાન એક રોબોટના પ્રેમમાં હતો. આ પછી કઈ પરિસ્થિતિ આવે છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા સ્ટાર કાસ્ટ

આ ફિલ્મ રોમાન્સ, કોમેડી અને સાયન્સ-ફિક્શનથી ભરપૂર છે. આ એક ઇમપોસિબલ લવ સ્ટોરી છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની સાથે ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા, રાકેશ બેદી સહિતના ઘણા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અમિત જોશી અને આરાધના સાહ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે.

Related Posts
સિંઘમ અગેઈનમાં ચાહકોને નહીં જોવા મળે સલમાન ખાનનો કેમિયો, આ કારણે મેકર્સે બદલ્યો પ્લાન

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ ચાહકોની મનપસંદ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. હવે ટૂંક સમયમાં Read more

હોટ રશિયન ગર્લને જોઈએ છે રિતિક રોશન જેવો છોકરો ! તમે શરતો પૂરી કરી શકો તો ઓફરનો ઉઠાવો લાભ!

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોશિયલ મીડિયા પર આપણી સામે કેટલીકવાર એવી વસ્તુઓ આવે છે કે આપણે માથું પકડીને બેસી જઈએ છીએ Read more

તમન્ના ભાટિયા પર EDનો શિકંજો, HPZ એપ કૌભાંડમાં પૂછપરછ

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા HPZ એપ કૌભાંડમાં ફસાઈ છે. અભિનેત્રી ગુરુવારે ગુવાહાટીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસમાં પૂછપરછ Read more

આલિયા ભટ્ટને ગંભીર બિમારી થઈ, ચાહકો આઘાતમાં

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે એટેન્શન ડેફિસિટ-હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નો શિકાર છે. Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી