સમય ક્રાંતિ ન્યૂઝ..
અમદાવાદ માં આગામી 19 નવેમ્બરે (રવિવાર) વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં પધારી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ બોડકદેવ ખાતે આવેલી ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. હોટલમાં વર્લ્ડ કપની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. તો બીજી તરફ ગત રોજ કોલકાતામાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં કાંગારૂની ટીમ વિજેતા બની હતી. તે પણ અમદાવાદ પહોંચી જશે, ત્યારે ફાઈનલ મેચને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં એર શો યોજવામાં આવશે. આ એર શો માટે ગત રોજ રિહર્સલ યોજાયું હતું.
અમદાવાદના સ્ટેડિયમ પર યોજાશે એર શો..!
વર્લ્ડ કપના આ મહામુકાબલા દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એર શો યોજાવાનો છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ એર શોનું રિહર્સલ યોજાયું હતું. ગત રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વિમાન રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. જોકે, હાલ એર શો માટેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ફાઈનલ મેચ પહેલા એરફોર્સના વિમાનો કરતબ બતાવશે. વિશેષ 4 વિમાન સ્ટેડિયમ પરથી ઉડાન ભરશે.