વ્યારા અને ડોલવણ તાલુકામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૧૬૫૭.૮૧ લાખની ગ્રાન્ટની ફાળવણી: પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

સમય ક્રાંતિ ન્યૂઝ..

૧૫માં નાણાંપંચ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૧૬૫૭.૮૧ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં વ્યારા તાલુકા પંચાયતને રૂ. ૨૩૪.૦૬ લાખ, વ્યારા તાલુકાની ગ્રામ પંચાયતોને ૮૧૯.૨ લાખ, ડોલવણ તાલુકા પંચાયતને ૧૩૪.૩૪, જ્યારે ડોલવણ તાલુકાની ગ્રામ પંચાયતોને ૪૭૦.૨૧ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે વિધાનસભા ગૃહમાં વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,આ ગ્રાન્ટ પૈકી વ્યારા અને ડોલવણ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા કુલ ૧૪૩૮ કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યારા તાલુકા પંચાયતના ૧૪૧, વ્યારા તાલુકાની ગ્રામ પંચાયતોના ૯૩૩, ડોલવણ તાલુકા પંચાયતના ૭૧, અને ડોલવણ તાલુકાની ગ્રામ પંચાયતોના કુલ ૨૯૩ કામ કરવામાં આવશે. જેમાંથી હાલની સ્થિતિએ ૧૪૪ કામો પૂર્ણ થયા છે અને બાકીના કામ બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રી એ પૂછાયેલા પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું..

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી