ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા બન્યું વર્લ્ડ ચેમ્પિયન, કરોડો ભારતીય ફેન્સના તૂટ્યા દિલ

સમય ક્રાંતિ ન્યૂઝ..

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટના નુકસાને ટાર્ગેટ પાર પાડીને આસાનીથી ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન બની ગયું છે.

લાબુશેન અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવ્યું

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ટ્રેવિસ હેડે અમદાવાદમાં શાનદાર સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે 95 બોલમાં 14 ફોર અને 1 સિક્સની મદદથી સેન્ચુરી ફટકારી હતી. ડેવિડ વોર્નર, મિચલ માર્શ બાદ સ્ટીવ સ્મિથ પણ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, બાદમાં માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે ચોથી વિકેટ માટે 150થી વધુ રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ફાઈનલમાં ભારતીય બેટર્સ બાદ બોલરોનું ખરાબ પ્રદર્શન

એક તબક્કે 6.6 ઓવરમાં 47 રનમાં ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડી ગઈ હતી. જેના પગલે કાંગારૂ ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. જોકે, બાદમાં ટ્રેવિસ હેડ અને લાબુશેન ધીમે ધીમે શાનદાર બેટિંગ પોતાની ટીમને જીતાડી દીધી હતી. બીજી તરફ 6.6 ઓવરથી અત્યાર સુધી ભારતીય ટીમ 42 ઓવર સુધી એક વિકેટ માટે તરસી રહી હતી. અંતે ઓસ્ટ્રેલિયાને વિજયથી માત્ર 2 રન બાકી હતા ત્યારે ટ્રેવિસ હેડ 137 રન આઉટ થયો હતો.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wk), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની ટીમ : ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wk), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી