સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
સોનગઢ તાલુકાના ધમોડી ગામની સીમ માંથી પસાર થતા રસ્તા પર બે બાઈક ધડકાભેર અથડાઈ હતી જેમાં પિતા પુત્ર ને શરીરે ગંભીર ઈજાઓ પોહચી હતી જ્યારે અન્ય ચાલકને નહિવત ઈજાઓ થઈ હતી બનાવને લઈ પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા…
સોનગઢ તાલુકાના ગાળકુવા રહેતાં અનિલ હરિલાલ ગામીત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દીકરો સનીલ ગામીત (14) કરંજવેલ આશ્રમ શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. હાલ દિવાળીનું વેકેશન પડ્યું હોય અનિલભાઈ બાઈક લઈ દીકરાને લેવા કરંજવેલ ગયા હતાં. તેઓ ગુરુવારે દીકરા સુનીલ ગામીતને બાઈક પર બેસાડી પરત ગાળકુવા આવવા નીકળ્યાં હતા. બાઈક ધમોડી ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક GJ-05-FM-9599 ના ચાલકે અનિલભાઈની બાઈક સાથે અથડાવી હતી. અનિલભાઈ અને સુનીલ ગામીતને શરીરે ઇજા થઈ હતી. 108 વાનને જાણ કરતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં જ્યાં વિદ્યાર્થી એવાં સુનીલ ગામીતને પગમાં ગંભીર ઇજા થઇ હતી. અજાણ્યા બાઈક ચાલક સામે અનિલભાઈ ગામિતે ફરિયાદ આપી હતી.