ભૂસ્તર વિભાગે રેતી અને માટી ચોરી સામે કડક પગલાં : છેલ્લા આઠ માસમાં રેતી ચોરીના 388 કેસ, 7 કરોડના દંડની વસૂલી

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત ભુસ્તર વિભાગે ગેરકાયદેસર રેતી અને માટી ચોરી કરનાર સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં છેલ્લા આઠ મહિનામાં ગેરકાયદેસર રેતી ખનન કરનારને પકડી પાડી રૂ.7 કરોડ જેટલો દંડ વસૂલ કર્યો છે.પરંતુ વાસ્તવિક સચ્ચાઈ કોઈ ઓર છે ..? ગેરકાયદેસર રેતી અને માટી ની ચોરી બાબતે વારંવાર ફરિયાદ છેક ગાંધીનગર સુધી થાઈ ત્યારે કાર્યવાહી થાઈ છે પરંતુ કરોડ રૂપિયા ની ચોરી થાઈ ગયેલી હોય છે …?


સુરત શહેર અને જિલ્લામાંથી પસાર થતી તાપી નદીમાંથી રેતી ખનન માટે ભુસ્તર વિભાગ દ્વારા અધિકૃત લીઝ આપવામાં આવે છે. છતાં પણ જિલ્લા માંથી પસાર થતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે.આ સઁદભે વારંવાર સાથનિક લોકો ફરિયાદ કરવા છતાં કાર્યવાહી નથી કરવામાં આવતી પરંતુ ગાંધીનગર ખાતે ફરિયાદ થાઈ ત્યારે ભૂસ્તર વિભાગ સક્રિય થાઈ છે અને કાર્યવાહી કરવામાં આવે છે આ બાબતે ભૂસ્તર વિભાગ ના કેટલા કર્મચારી ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકો સાથે સંબંદ ઘરાવે છે ભૂસ્તર વિભાગ ટિમ દરોડો પડે તે પહેલા જાણ થાઈ છે જેના લીધે ગેરકાયદેસર રેતી ખનન કરતા પકડતા નથી એ પણ સત્ય છે ..?
સુરત ભુસ્તર વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાબતે વર્ષ 2023 માર્ચથી 2024 જાન્યુઆરી દરમિયાન ભુસ્તર વિભાગે રેતી ચોરીના 388 કેસ કર્યા હતા. જેમાં રેતી ચોરી કરતા ચોરો પાસે રાજ્ય સરકારે દંડ પેટે રૂ.7 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. ભુસ્તર વિભાગ ધ્વરા કરવામાં આવેલ દરોડા ની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રેતી ઉપરાંત 200થી વધુ વાહનો કબજે લેવામાં આવ્યા હતા . ભુસ્તર શાસ્ત્રી ડિ.કે.પટેલે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રેતી અને માટી ખનન બાબતે ફરિયાદ મળતા કાર્યવાહી કરવમાં આવતી હતી .અને હમારી ટિમ જે સ્થળે બાબતે જાણકારી મળે ત્યાં દરોડો પડી રહ્યા છે .? એટલે ગુજરાત માં સુરત રોયલ્ટી બાબતે બીજા જિલ્લા કરતા આગળ છે

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રાજયમાં સુરત રોયલ્ટીની આવકમાં બીજા ક્રમે

દક્ષિણ ગુજરાત જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખનીજ પેદાશોની રોયલ્ટી જેવી કે રેતી, માટી, ક્વોરી, ઇંટના ભઠ્ઠા વગેરેની રોયલ્ટી વસૂલવામાં આવે છે. જેમાં સુરત ભુસ્તર વિભાગે માર્ચથી જાન્યુઆરી દરમિયાન કુલ 101 કરોડની રોયલ્ટી વસૂલવામાં આવી છે. સૌથી વધુ રોયલ્ટીની આવક રાજય સરકારમાં જમા કરાવવામાં અન્ય જિલ્લા કે શહેરમાં સુરત બીજા ક્રમ પર છે.આટલી મોટી ખનીજ પેદાશો ની રોયલ્ટી પકડાતી હોય તો ગેરકાયદેર લોકો કેટલી રેતી અને માટી ચોરી ની કરોડો રૂપિયા કરતા હશે …? રાજય સરકાર દ્વારા સુરત ભૂસ્તર અધિકારી કેમ વારંવાર એક જગ્યા પર આવે છે ..?આ બાબતે પણ રાજ્ય સરકાર ખનન ખનીજ વિભાગ ના મુખ્ય સચિવ કે અધિક સચિવ એ તાપસ કરવી જોયે .?સુરત ના આ ભૂસ્તર અધિકારી પર ભષ્ટાચાર બાબતે ફરિયાદ ઉઠવા પામી હતી …?

વધુ સમાચાર મેળવવા.. samaykranti.com

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી