‘હું નિરાશ અને ભયભિત છું..’- બંગાળની ઘટના પર રાષ્ટ્રપતિનું દુ:ખ છલકાયુ

સમય ક્રાંતિ ન્યૂઝ..

પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ-મર્ડર કેસમાં (Rape-murder case) આખા દેશમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારે આ મામલેે હવે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Murmu) પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતુ કે તેઓ આ ઘટનાથી નિરાશ અને ભયભીત છે.

અસલમાં આર જી કર હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે આજે 28 ઓગષ્ટના રોજ રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલી વાર પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્રપતિએ પોતાની ટીપ્પણીમાં કહ્યું હતુ કે ‘બસ અબ બહોત હો ગયા, અબ કુચ કરના હોગા.’ આટલું જ નહીં પણ મહિલાઓ સાથે બનતા ગુનાઓથી દુઃખી રાષ્ટ્રપતિ મુર્મુએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે કોલકાતામાં એક તરફ વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા હતા, તો બીજી તરફ ગુનેગારો રખડતા હતા. બસ હવે બહુ થયું, હવે કંઇ કરવું પડશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સમાજને આત્મનિરીક્ષણની જરુર છે – રાષ્ટ્રપતિ મુર્મુ
મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓ અંગેના પ્રશ્નનો જવાબ આપતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે સમાજને ‘પ્રામાણિક અને નિષ્પક્ષ આત્મનિરીક્ષણ’ની જરૂર છે અને સમાજએ પોતાને પણ કેટલાક અઘરા પ્રશ્નો પૂછવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ પણ સંસ્કારી સમાજ દીકરીઓ અને બહેનો પર આવા અત્યાચારને મંજૂરી આપી શકે નહીં.

આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન ઉપર પણ ટિપ્પણી કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોકટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે પણ ગુનેગારો ઘણી જગ્યાએ માસુમ દિકરીઓને શિકાર બનાવવાની શોધમાં ઘાત લગાવીને છુપાઈ રહ્યા છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી