તાપી જિલ્લા ના સોનગઢ તાલુકા ના ધુંટવેલ ગામે ફરિયાદી ની પત્ની સાથે આરોપી ના આડા સબંધ હોઈ જે બાબતે ફરિયાદી આડા સબંધ નહિ રાખવા બાબતે કેહતા આરોપી સુમન દીવાનજી ગામીત ઉશ્કેરાઈ જઈ ફરિયાદી ને લાકડા ના સપાટા મારી ઈજા પોહચાડતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
સોનગઢ ના ધુંટવેલ ગામે પત્ની સાથે આડો સંબધ નહિ રાખવા કહેવા ગયેલા પતિને યુવકે લાકડા ના સપાટા મારી ઇજા પોહચાડી હતી ,મૂળ સોનગઢ તાલુકાના મોધવાણ ગામના આધેડ ધુટવેલ ગામે રહી મજૂરી કામ કરે છે તેની પત્ની નો ઘુટવેલ ગામે દુકાન ધરાવતા સુમન દીવાનજી ગામીત(રહે બંગડી ફળિયું ઘૂંટવેલ) સાથે આડો સંબંધ હોવાની જાણ થતાં આધેડ તારીખ 27/11/23 ના સાંજે સુમન ગામીત ને પોતાની પત્ની સાથે આડો સંબંધ નહિ રાખવા માટે દુકાને કહેવા ગયા હતા ત્યારે તે સમયે સુમન ઉશ્કેરાઈ જઈ પરણિતા ના પતિના ગાળો ભાડી લાકડું વડે ઈજા ઓ પોહચાડી હતી જેને લઇ તેમને 108 મારફતે સારવાર અર્થે સોનગઢ રેફરેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ સોનગઢ પોલીસે સુમન વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..