સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા સોની પરિવારના નવ સભ્યોએ ઝેરી દવા પી સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ખડભડાટ મચી જવા પામ્યો છે.
અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલા ગોવિંદપરામાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા કેતન આડેસરા ઉં.વ. 45, તેમના પત્ની દિવ્યા આડેસરા ઉં.વ.42, માતા મીનાબેન આડેસરા ઉ.વ.67, પિતા લલિત આડેસરા ઉ.વ.76, નાનાભાઈ વિશાલ આડેસરા ઉ.વ.40, નાનાભાઈની પત્ની સંગીતાબેન આડેસરા ઉ.વ.39, કેતનભાઇના પુત્ર જય ઉ.વ.21, ભત્રીજો વંશ ઉ.વ.15, અને ભત્રીજી હેતાંશી ઉ.વ.8 એ રાત્રિના સમયે સરબતમાં ઉધઈ મારવાની દવા પી લીધી હતી. જોકે બપોરે આ તમામ સભ્યો ભાનમાં આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામ સભ્યોની તબિયત સુધારા પર હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું