વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં અધિકારી-પદાધિકારી ઓની સક્રિય ભાગીદારી નોંધાય તે જરૂરી છે..

સમય ક્રાંતિ ન્યૂઝ..

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જિલ્લો તાપી’

જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે યાત્રાના સુચારૂ આયોજનને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે તાપી જિલ્લામાં આજે તા.૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થનાર છે. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ,નોડલ અધિકારી સાથે યાત્રાના સુચારૂ આયોજનને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે વિવિધ રચનાત્મક સુચનો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે અને જનજાગૃતિ કેળવાય તે માટે તાપી જિલ્લાના ૭ તાલુકાના ૨૯૬ પંચાયતોમાં તા. ૩૦ નવેમ્બર ૨૦૨૩થી તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ સુધી દરરોજ વિકાસ યાત્રા યોજાનાર છે. આ તમામ કામગીરીમાં અધિકારી-પદાધિકારીશ્રીઓની સક્રિય ભાગીદારી નોંધાય તે જરૂરી છે. તેમણે ઉપસ્થિત તમામને આ યાત્રા દરમિયાન રીપોર્ટીંગ બાબતે પણ ચીવટ કેળવવા ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ સાથે ગ્રામ્ય કક્ષાએ યાત્ર દરમિયાન વિવિધ લાભોનું વિતરણ, રૂટ પ્લાન, પ્રચાર પ્રસારના સ્ટોલ, હેલ્થ કેમ્પ, પશુ કેમ્પ, સિકલસેલ, ટીબીના દર્દીઓનું સ્ક્રીનીંગ, ઓન ધ સ્પોટ ક્વિઝ કોમ્પિટિશન, ‘મેરી કહાની મેરી જુબાની’, ‘ધરતી કહે પુકાર કે’, સ્વચ્છ્તા સોંગ જેવા કાર્યક્રમો કરી યાત્રાને સફળ બનાવવા તથા ગામના તમામ નાગરિકો કાર્યક્રમમાં સહભાગી થાય તે મુજબનું આયોજન કરવા સુચનો કર્યા હતા. બેઠકમાં ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટર સાગર મોવલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.એલ.મહાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ-મામલતદારઓ,તેમજ યોજનાના સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી