ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી વાત જાણીને તમે પણ કહેશો વાહ…

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક સુનિલભાઈ પાટીલનાં આગેવાનીમાં સાપુતારા પોલીસ દ્વારા પ્રોજેક્ટ સંવેદનાં અંતર્ગત માનસિક અસ્વસ્થ બાળકની મેડિકલ ચકાસણી અને સારવાર કરવામાં આવી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી.


પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારા પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઈન્સપેકટર તથા સાપુતારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાપુતારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાપુતારા પોલીસ સ્ટેશન નજીક રોડની સાઈડમાં એક બાળક અસ્વસ્થ જણાતા તાત્કાલીક ગાડી થોભાવી બાળક બાબતે તેના માતા-પિતાને મળી વાતચીત કરતા બાળકનું નામ શિવાન રાજેભાઈ બારૈયા ઉ.વ.૦૭, મુળ રહે.પાદલા, તા.જાલોદ, જી.દાહોદ હાલ રહે.સાપુતારા નાનો જન્મથી માનસિક અસ્વસ્થ હોય તેમજ ચામડી છોલાય ગયેલાનું જણાયેલ હતું. આ બાબતે બાળકનાં માતા-પિતાને સારવાર બાબતે પુછતા તેઓ મજુરી કામ કરતા હોય અને આર્થિક રીતે સક્ષમ ન હોય જેથી આ બાબતે પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ આહવા વિભાગ આહવાનાઓને જાણ કરતા તેઓની સુચના અને માર્ગદર્શન મુજબ બાળકને તાત્કાલીક સાપુતારા ભ્ણ્ઘ્ સેન્ટર ઉપર લઈ જઈ ફરજ ઉપરનાં ડોકટર દ્વારા બાળકની મેડીકલ ચકાસણી કરી તેના શરીરનાં ઉઝરડા તેમજ છોલાય ગયેલ ચામડી બાબતે યોગ્ય સારવાર કરવી જરૂરી મેડીકલ સાધન સામગ્રીની કીટ મેળવી સારવાર કરાવવામાં આવી હતી. તેમજ બાળકને જરૂરી કપડાની કીટ પુરી પાડી હતી. ડાંગ જિલ્લા સાપુતારા પોલીસની આ સરાહનીય કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, સાપુતારામાં આવતા પ્રવાસીઓને અગવડતા ના પડે તે માટે પ્રવાસી મિત્રની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સાપુતારા ખાતે પ્રવાસી મિત્રોની ફરજનિયુક્ત હોમગાર્ડ જવાનો દ્વારા પ્રવાસીઓની સુરક્ષા તેમજ જોવા લાયક સ્થળોની માહિતી આપવામાં આવે છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુ સમાચાર મેળવવા.. samaykranti.com..

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી