સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરતના કતારગામ વિસ્તારમાં ચરિતાર્થ થઈ હતી. અહિં એક ફટાકડા ફોડતા બાળક પરથી આખે આખી કાર પસાર થઈ ગઈ હતી. જો કે, સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. જો કે, લોકોએ બેદરકાર કાર ચાલક પર ફીટકાર વરસાવી હતી. સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.
કતારગામ વિસ્તારમાં વોલ્વો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. 7 વર્ષનો બાળક ફટાકડા ફોડી રહ્યો હતો. તે દરમિયાન કાર ચાલકે તેના પરથી કાર ચઢાવી દીધી હતી. બેદરકાર કાર ચાલકે સીસીટીવી પ્રમાણે વળાકમાંથી આવીને ફટાકડા ફોડતા બાળકને નીચે લઈ લીધો હતો. જો કે, કારની નીચે જગ્યા વધુ હોવાથી બાળક રસ્તા પર પટકાઈને ઢસડાઈ ગયો હતો. જેથી તેને માત્ર માથાના ભાગે અને પગના ભાગે ઈજા થઈ હતી.
સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા. બાળક પરથી ચાલક પસાર થઈ ગયો તો પણ તેને ખ્યાલ ન રહ્યો હોય તેમ દૂર જઈને ઉભો રહ્યો હતો. આ તરફ બાળકે રાડા રાડ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા. ઘટનામાં સદ્નસીબે બાળકનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. બાળકને માથાના ભાગે અને મોંના ભાગે ઇજા થઈ હતી.