ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધ કરવાનું એલાન

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતમાં ચાઈનીઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાં  ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ હતી જેને લઇને  સૌરાષ્ટ્રના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. પ્રતિબંધ છતાં ચાઇનીઝ લસણની ગુણો  આવતા વેપારી અને  ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ગુણો ઠલવાતા સમગ્ર મામલે વિરોધ ઉભો થયો છે.ચાઇનીઝ લસણની આયાત થતાં વેપારી ખેડૂતોએ વિરોધ નોંઘાવ્યો છે. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધનું પણ એલાન આપ્યું છે. વેપારી અને ખેડૂતોએ આ મુદ્દે સરકારને ઉંડી તપાસ કરે તેવી માંગ કરી છે,

ઉલ્લેખનિય છે કે, ભારતમાં ચાઇનીઝ લસણના આયાત પર પ્રતિબંધ છે, ચાઈનીઝ લસણમાં ફૂગની શક્યતા છે. વધુમાં, તેમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોય છે. આ જ કારણ હતું કે વર્ષ 2014માં ભારત સરકારે આ લસણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તો   કેવી રીતે ભારતમાં તેની એન્ટ્રી થઇ છે આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું? ચીનથી વાયા અફઘાનિસ્તાન ભારતમાં આ લસણ ડમ્પ કરાયાની આશંકા સેવાઇ રહી છે.  આવા અનેક સવાલો સાથે ખેડૂતો અને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો  છે.ઉલ્લેખનિય છે કે ચાઇનીઝ લસણ અને ભારતના લસણમાં તફાવત જોવા મળે છે. ચીનનું લસણ મોટા કદનું હોય છે પરંતુ, તેનો સ્વાદ અને ગુણવત્તા નબળી હોય છે તેથી ભારતના લસણની વધુ ડિમાન્ડ રહે છે. 

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી