રાષ્ટ્રીય એકતા દિવસ-તાપી

તાપી જિલ્લામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દોડ યોજાઇ: 158 શાળાઓમાં 26367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ સહભાગી થયા

સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર નિમિત્તે તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા “યુનિટી રન” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વાલોડ તાલુકાના અંબાચ ગામની સરસ્વતી કન્યા વિદ્યાલયમા રન ફોર યુનિટી અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહભાગી થયા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડી.બી.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થકી સમગ્ર રાષ્ટ્રને એક કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અંગે વિદ્યાર્થીઓને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ ઉપરાંત ઉચ્છલ તાલુકાના મૌલીપાડા પ્રાથમિક શાળા, મોડેલ સ્કુલ ઉચ્છલ સહિત વિવિધ શાળાઓમાં એકતા દોડ યોજાઇ હતી. નોંધનિય છે કે, સમગ્ર તાપી જિલ્લામાં 158 શાળાઓમાં “યુનિટી રન” અને એકતા શપથ અંતર્ગત 26367 વિદ્યાર્થીઓ અને 277 વાલીઓ સહભાગી થયા હતા.

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી