સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના ડોલવણ ગામ નજીક 24 વર્ષીય યુવક ની પરપ્રાંતીય યુવક દ્વારા હત્યા કરવામાં આવી હતી જે આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ હત્યા નું રિહર્સલ કરાવ્યું હતું જે દરમ્યાન સ્થાનિક રહીશો નું ટોળું ત્યાં પોહચી ગયું હતું અને આરોપી અને પોલીસ સામે આક્રોશ ઠાલવ્યો હતો બનાવ ની ગંભીરતા સમજી પોલીસ આરોપી ને બંદોબસ્ત સાથે લઈ નીકળી ગઈ હતી
ડોલવણ ગામે ગત 13 માર્ચ રોજ અંકુર ચૌધરી નામ ના યુવકની ગળુ દબાવી હત્યા કરી હોવાનો મામલો.મરનાના નો મિત્ર દિશીલ રાજુ ખટીક ફિલ્મ જોતા બંને વચ્ચે ઝગડો થતાં ગળું દબાવીને હત્યા કરી હતી.પોલીસે દિશીલ રાજુ ખટીક ની અટક કરી હતી..આજે ડોલવણ પોલીસ દ્વારા આરોપી સાથે હત્યા ની જગ્યા નું નિરીક્ષણ કરવા જતા મોટી સંખ્યામાં લોકો ડોલવણ ખાતે ભેગા થઈ ગયા હતા..આવેશમાં આવેલ લોકોએ પોલીસની ગાડી ઉપર પથ્થર મારો પણ કર્યો હતો..લોકો નો આવેશ જોઈને પોલીસે આરોપી સાથે ગાડી લઈને ભાગવું પડ્યું હતું..સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી
સમાચારનો વીડિયો જોવા.