પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરતી રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના

આવાસનો લાભ મળતા કાચા મકાનમાં રહેવાથી પડતી મુશ્કેલીઓમાંથી મુકતી મળી છે:- પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ચંદુભાઇ ગામીત

સમય ક્રાંતિ ન્યૂઝ..

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર લોકોની સુખાકારી અને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. ગામડાઓમાં લોકો પોતાનુ પાકુ મકાન બાંધી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અમલી બનાવી છે.જેના લીધે રાજ્યનાં અનેક પરીવારોને રહેવા માટે સુવિધાયુકત પાકા મકાનની છત મળી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત પાકું મકાન બનાવવા માટે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભાટપુર ગામના રહેવાસી શ્રી ચંદુભાઇ ગામીત ખુશીની લાગણી વ્યકત કરતા જણાવે છે, કે મને ૧.૨૦ લાખની સહાય મળી હતી.આ સહાયના આધારે અને ખેતી કામ કરી ઉભી કરેલી આવકની બચત ઉમેરીને સુવિધાયુકત પાકુ મકાનનુ નિર્માણ કર્યુ છે. આ સાથે મને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલયનો પણ લાભ મળ્યો છે.અને અમે પરીવાર સાથે પાકા મકાનમાં આંનદિત જિવન જીવીએ છીએ.પહેલા અમને પાકુ મકાન ન હતું એ સમયે ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મારા સમગ્ર પરિવારને કાચા મકાનમાં રહેવાથી પડતી મુશ્કેલીઓમાંથી મુકતી મળી છે જે બદલ હું ગુજરાત સરકારનો, જિલ્લા તંત્રનો અને વડાપ્રધાનશ્રીનો ખુબ ખુબ આભારી છું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી