સમય ક્રાંતિ ન્યૂઝ..
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય વિકાસ સપ્તાહની ઉજવણી તાપી જિલ્લામાં પણ પ્રારંભ થઈ ગયો .છે. આજે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ૭મી ઓકટોબરથી ૧૫મી ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાઓ સુચારૂ રીતે પહોંચે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, વોલ પેઈન્ટીંગ, પ્રદર્શન વિકાસ ઝાંખી તેમજ તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ માન.મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સિંચાઈના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત યોજાશે.
આ બેઠકમાં ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ,નાયબ કલેકટર તૃપ્તિ પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.