સમય ક્રાંતિ ન્યૂઝ..
વડોદરા ખાતે આવેલ દેશની પ્રખ્યાત પારૂલ યુનિવર્સિટી ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને પારૂલ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે યંગ સરપંચ સમિટ – ૨૦૨૪ નું ભવ્ય આયોજન થયું હતું. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૧૦૦ જેટલા સરપંચોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં વડોદરા જિલ્લાના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
કુલ (૬) છ સત્રમાં વિવિધ વક્તાઓએ સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સ્માર્ટ વીલેજ બુહારીના યુવા અને ડાયનેમિક ઉપસરપંચ સૂરજ દેસાઈએ સમગ્ર બુહારી ગામની વિકાસ યાત્રા વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેનાથી પ્રેરિત થઈને ઘણા બધા સરપંચો પોતાના ગામનો વિકાસ બુહારી જેવો કરશે. તદ્ઉપરાંત સૂરજ દેસાઈ દ્વારા સરકારી યોજના ઓનું ગ્રાઉન્ડ લેવલ પર ઇમ્પ્લીમેંટ કેવી રીતે કરવું એ વિશે સરપંચોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બુહારી ગામમાં સૂરજ દેસાઈના નેતૃત્વમાં ખૂબ જ વિકાસ ના કામો કરવામાં આવ્યા છે બુહારી ગામ પંચાયતને ત્લ્બ્ સર્ટિફિકેટ મળ્યું છે ફ્રી વાઇફાઇ, ૧૫૦ સીસીટીવી કેમેરા સહિત ઓનલાઇન ફરિયાદ નિવારણ જેવી હાઇટેક સુવિધાઓ ઉપલબ્ધ છે
આ કાર્યક્રમ માં પદ્મશ્રી મહેશ શર્મા, સહકારી અગ્રણી સતિષભાઈ પટેલ, પાર્થેશ વ્યાસ, હિમાંશુ પટેલ, સુરેશ છાંગા જેવા વક્તાઓએ પણ માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં પારૂલ યુનિવર્સિટીના ચેરમેન ડૉ દેવાંશુ પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતાં.
સમગ્ર કાર્યક્રમ માં સફળ બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લાના પ્રમુખશ્રી દર્શિતભાઈ બ્રહ્મભટ્ટ તેમજ એમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
વધુ સમાચાર મેળવવા માટે.
Samaykranti.com