સચિનના શબ્દો સાચા પડ્યા, કિંગ કોહલીએ રચ્યો આ ઈતિહાસ 50 મી સદી..

સમય ક્રાંતિ ન્યૂઝ..

આઈસીસી વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં આજે કિવિઓ અને ટીમ ઈન્ડિયા વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાઈ રહી છે ત્યારે સુકાની રોહિત શર્માની માફક વિરાટ કોહલીએ સચિનની હાજરીમાં સચિનનો વિક્રમ તોડ્યો હતો. સ્ટેડિયમમાં અનુષ્કા શર્મા, ડેવિડ બેકહામ સહિત અન્ય મહાનુભાવોએ તેને અભિનંદન આપ્યા હતા.

વન-ડેમાં પચાસ સદી કરીને માસ્ટર બ્લાસ્ટર અને ગોડ ઓફ ક્રિકેટ સચિનની 49 સદીની બરાબર કર્યા પછી આજે સદી કરીને કિંગ કોહલીએ નવો ઈતિહાસ લખ્યો છે. સચિન તેંડુલકરે પણ અગાઉ કહ્યું હતું કે મારા વિક્રમો ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી તોડશે. એક ઈવેન્ટમાં સલમાન ખાને પણ સચિનને પૂછેલા સવાલના જવાબમાં સચિને ઉત્સાહમાં આવીને કહ્યું હતું કે મારા રેકોર્ડ કોહલી-રોહિત તોડશે તો મને ચોક્કસ આનંદ થશે. વાસ્તવમાં આજે સચિનના શબ્દો પણ સાચા પડ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આજે વિરાટ કોહલીએ 104 બોલમાં 100 રન કરીને સચિનનો રેકોર્ડ તોડ્યો હતો, જેમાં નવ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. રોહિત શર્માના આઉટ થયા પછી વિરાટ કોહલીએ ઈનિંગ સંભાળતા 59 બોલમાં અડધી સદી કરી હતી, જ્યારે વન-ડે વિશ્વ કપના ઈતિહાસમાં ડેવિડ વોર્નર (647 રન), રોહિત શર્મા (648), મેથ્યુ હેડન (659 રન), સચિન તેંડુલકર (673 રન)નો રેકોર્ડ તોડ્યો હતો. વર્લ્ડ કપ 2023માં પણ સૌથી વધુ રન બનાવનારા ક્રિકેટરમાં પણ વિરાટ મોખરે છે.

આ અગાઉ પાંચમી નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે 121 બોલમાં 101 રન કરીને 49મી સદી કરીને સચિનની બરોબરી કરી હતી. કોહલીએ 277મી વન-ડેમાં સદી કરી હતી, જ્યારે સચિને 451 ઈનિંગમાં આ કિર્તી નોંધાવી હતી.

ત્રણ વિશ્વ કપ રમેલા વિરાટ કોહલીએ આજે સદી કરીને નવો વિક્રમ વ્યક્તિગત રીતે પોતાને નામે નોંધાવ્યો છે. કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીમાં પચાસમી સદી કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેનો મોટો સ્કોર નોંધાવ્યો છે. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી જે મેચમાં શાનદાર પ્રદર્શન કરે છે, તેમાં પણ જીત્યું છે, જે અત્યાર સુધીમાં તો સારા સંકેત છે

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી