કાળાં ચશ્મા પહેરી શ્રૈયસ ઐય્યર બેટિંગ કરવા આવ્યો, ઝીરો પર આઉટ થતા લોકોએ ટ્રોલ કર્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

દુલીપ ટ્રોફીમાં ભારત-એ અને ભારત-ડી વચ્ચે અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં ભારત એ ટીમે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ઉતરેલી ઈન્ડિયા ડીની ટીમે પ્રથમ દાવમાં 183 રન બનાવ્યા હતા. શ્રેયસ પોતે ખાતું ખોલાવ્યા વગર ઝીરો પર આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. ઐય્યરે સાત બોલનો સામનો કર્યો હતો. જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે શ્રેયસ બ્લેક સનગ્લાસ પહેરીને મેદાનમાં આવ્યો હતો. આને લઈને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહેલા શ્રેયસને દુલીપ ટ્રોફીથી ઘણી અપેક્ષાઓ હતી કે તે વધુ સારું પ્રદર્શન કરશે. જોકે, તે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે. ભારત એ સામે પણ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. બેટમાં શ્રેયસની નિષ્ફળતાની સાથે સાથે તેના સનગ્લાસ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. સનગ્લાસ પહેરીને મેદાનમાં આવવા બદલ ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ચાહકોએ શ્રેયસને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી નથી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી