ખેલૈયાઓ ખુશ: ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત- નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે

એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.

નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી