અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ..

માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ

ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગાંધીનગર કેપિટલ્સને ૮ વિકેટે હરાવ્યું

રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારી-કર્મચારીઓ માટે અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ ચેમ્પિયન બની છે. રાજ્યના માહિતી ખાતાના ૪ ઝોન અને ગાંધીનગર વડી કચેરીની બે ટીમો; અમદાવાદ રોયલ્સ, ગાંધીનગર કેપિટલ્સ, ગાંધીનગર ટાઇટન્સ, રાજકોટ કિંગ્સ, સુરત સુપર કિંગ્સ, વડોદરા વોરિયર્સ એમ કુલ ૬ ટીમોએ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગર કેપિટલ્સ અને સુરત સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગાંધીનગર કેપિટલ્સને ૮ વિકેટે હરાવ્યું હતું અને ક્રિકેટ સિરીઝને પોતાના નામે કરી હતી.

૧૦ ઓવરની ફાઈનલ મેચમાં ગાંધીનગર કેપિટલ્સે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ગુમાવી સુરતને ૪૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા સુરત સુપર કિંગ્સે માત્ર ૫.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. સુરત ટીમના શ્રી વિપુલ ગામીત મેન ઓફ ધી મેચ બન્યા હતા. ઉપરાંત, સમગ્ર સિરીઝમાં ઉત્તમ પ્રદર્શન બદલ વિપુલ ગામીતને મેન ઓફ ધી સિરીઝ જાહેર કરી ટ્રોફી એનાયત કરવામા આવી હતી. ગાંધીનગર કેપિટલ્સ રનર અપ રહી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ટુર્નામેન્ટના નોક આઉટ રાઉન્ડમાં સુરતે અમદાવાદ રોયલ્સને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ૮૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અમદાવાદ ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૫૪ રન સુધી સીમિત રહેતા સુરતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં મેન ઓફ ધી મેચ અર્પિત ગામીત બન્યા હતા.

અરવિંદ મછાર (કેપ્ટન), નિનેશ ભાભોર (વાઈસ કેપ્ટન), અર્પિત ગામીત, વિપુલ ગામીત, મહેશ કથીરીયા, મેહુલ વાંઝવાલા, યશ કાપડિયા, રોશન સાવંત, યોગેશ વસાવા, નરેન્દ્ર વસાવા, રાજેશ માહલા અને દિવ્યેશ રાઉત વિજેતા ટીમ સુરત સુપર કિંગ્સમાં સામેલ હતા.

ઈન્ફર્મેશન ક્રિકેટ કપ-૨૦૨૪ અંતર્ગત રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સરકારની નીતિ નિર્ણયો તથા કામગીરીનો પ્રચાર પ્રસાર કરતાં માહિતી ખાતાના કર્મચારીઓ ક્રિકેટના મેદાન પર પોતાનું કૌવત બતાવ્યું હતું. તમામ ચાર ઝોનની ટીમોના કપ્તાન સહિત તમામ ખેલાડીઓ ક્રિકેટના મેદાનમાં ખેલભાવના સાથે રમ્યા હતા. માહિતી અને પ્રસારણ વિભાગના સચિવશ્રી અવંતિકાસિંઘ, માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલ તેમજ માહિતી ખાતાના તમામ કર્મયોગીઓએ સુરત સુપર કિંગ્સને ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી