તાપી એલસીબી પોલીસે પલસિયા ગામેથી ચોરી ના આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી..

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પલાસિયા ગામે થી મોબાઈલ ચોરી ના આરોપી મુકેશભાઈ નારણભાઈ ગામીત ને ઝડપી લઈ જિલ્લા એલસીબી પોલીસે ખાતે રજૂ કરવામાં આવ્યો હતો જે આરોપી વિરદ્ધ વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગે ફરિયાદ દાખલ થઈ હતી જેની માહિતી સોમવારના સાજે પાચ કલાકે પ્રાપ્ત થઈ હતી..

એલ.સી.બી. તાપીના ઈ.ચા. પોલીસ ઈન્સ્પેકટરશ્રી એન.જી.પાંચાણી તથા શ્રી, એન. એસ. વસાવા પોલીસ સબ ઇન્સપેકટર પેરોલ ફર્લો તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ટેકનીકલ સેલના આ.હે.કો. તેજસભાઇ તુલસીરામ તથા અ.પો.કો .વિપુલભાઇ બટુકભાઇ તથા સ્ટાફના બીજા પોલીસ  જવાનોએ ટેકનીકલ સોર્સથી મેળવેલ માહિતી આધારે એ.એસ.આઇ.ગણપતભાઇ રૂપસિંગભાઇ એલ.સી.બી. તાપીના પોલીસ જવાનો સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ ગણપતભાઇ રૂપસિંહ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી મળેલ કે, “એક વ્યકિત નામે મુકેશભાઇ નારણભાઇ ગામીત રહે.રામપુરાદુર ગામ નિશાળ ફળીયુ તા.ડોલવણ જી.તાપીનો એક બિલ વગરનો શંકાસ્પદ મોબાઇલ વેચવા માટે પલાસીયા ગામ તરફ ફરતો હોવાની બાતમી હકિકત મળતા” જે બાતમી આધારે પલાસીયા ગામ તા.ડોલવણ ખાતે આવતા બાતમીવાળો વ્યકિત હાજર મળી આવતા તેના કબ્જામાં રાખેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા આરોપી- મુકેશભાઇ નારણભાઇ ગામીત ઉ.વ.૩૫ રહે. રામપુરા દુર નિશાળ ફળીયા તા.ડોલવણ જી.તાપીની પાસેથી એક વિવો કંપનીનો મોડેલ નંબર Y75 એન્ડ્રોઇડ મોબાઇલનો મળી આવેલ જે બાબતે વધુ તપાસ કરતા વાલોડ પો.સ્ટે. જે અંગેનો ગુનો દાખલ થયેલ હોવાની હકિકત જણાઇ આવતા આ મોબાઇલ ફોનની કિ.રૂ.૨૦,૦૦૦/- નો ગણી Cr.PC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી, આરોપીઓ વિરૂધ્ધ Cr.P.C. કલમ- ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કબજે કરેલ મુદ્દામાલ

એક વિવો કંપનીનો મોડેલ નંબર Y75 એન્ડ્રોઇડ મોબાઇલ જેનો IMEI નંબર જોતા (૧) 867104054368016 તથા (૨) 867104054368008 નો જેમાં જિયો કંપનીનો સીમ કાર્ડ નંબર- 9023289911 કિ.રૂ.૨૦,000/-

શોધાયેલ ગુનો

વાલોડ પો.સ્ટે ગુના રજી.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૦૪૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનાઓ રજીસ્ટર થયેલ છે

કામગીરી કરનાર ટીમ

એ.એસ.આઇ ગણપતભાઇ રૂપસિંહ એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈ તથા અ.પો.કો.અરૂણભાઇ જાલમસિંહભાઇ તથા ટેકનીકલ સેલના આ.હે.કો. તેજસભાઇ તુલસીરામ તથા અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઈએ કામગીરી કરેલ છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી