તાપીમાં દિવાળીના તહેવારને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

તાપીમાં દિવાળીના તહેવારને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે


તાપી… આગામી સમયમાં દિવાળી તથા અન્ય તહેવારોની ઉજવણી થનાર છે. આ તમામ તહેવારોને અનુલક્ષીને તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતિ જળવાઇ રહે એ માટે દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/ હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી ૨ક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકર માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિપિન ગર્ગે જાહેરનામું બહાર પાડી ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ હોવાથી, આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહિ. ભારે ઘોંઘાટવાળા ફટાકડાનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહિ.ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનો ઉપયોગ કરી શકાશે નહિ.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

દિવાળીના તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રે ૦૮:00 થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે.તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૩૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. હોસ્પિપટલો, નર્સરીહોમ, આરોગ્ય કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
લોકોને અવગડ ઉભી ન થાય તથા કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તાપી જિલ્લાના જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ, એલ, પીજી ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો કે ઇલેકટ્રીક સબ સ્ટેશનની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.

કોઈ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી.હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇ પણ વેન્ડર, લારી-ગલ્લા હંગામી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સામે સંબંધિત અધિકારીશ્રીઓએ એક્સપ્લોઝીવ એક્ટ. ૧૮૮૪ તથા ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે..

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી