વડા પ્રધાન મોદીનાં નવસારી પ્રવાસને લઈને કલેકટરે સ્થળ મુલાકાત લીધી

સમય ક્રાંતિ ન્યૂઝ..

માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે સંભવિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. જે અન્વયે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહીત જિલ્લા વહીવટીતંત્રના ભ્પ્ કાર્યક્રમના વિવિધ સમિતિના અધિકારીઓએ વાંસી-બોરસી ખાતેના કાર્યક્રમની સ્થળ મુલાકાત લીધી હતી. અને સ્થળ પર અધિકારીઓ સાથે કાર્યક્રમ સંદર્ભે ઉપયોગી માહિતી તેમજ જરૂરી વ્યવસ્થાની ચર્ચા કરી હતી.


સ્થળ મુલાકાત દરમિયાના કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક વ્યવસ્થા, પરિવહન, ર્પાકિંગ, હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી તથા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મેડિકલ ટીમ, આનુષાગિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અર્થે કમિટીના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્થળ મુલાકાત પહેલા નવસારી જિલ્લા કલેકટર કચેરી સ્થિત સભાખંડ ખાતે ગાંધીનગરના સચિવો સાથેની વિડીયો કોન્ફરન્સમાં નવસારી જિલ્લાના અધિકારીઓ તથા નવસારી જીલ્લાના વિવિધ વિભાગોના વડાઓ હાજર રહી આ સંભવિત કાર્યક્રમનાં સુચારુ આયોજન અંગે સંબંધિત મુસદ્દાઓ સાથે વિગતવાર તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી