નવસારી ખાતેથી વડાપ્રધાનના હસ્તે રૂ.૩૪ કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન(ITI)નું ઈ-લોકાર્પણ થશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

આગામી તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે. જેમાં રૂ.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલિમ સંસ્થા(ITI)ના નવા મકાનનું ઈ-લોકાર્પણ થશે. ૧૫૯૪૬ ચો.મી.માં ગ્રાઉન્ડ+ચાર માળમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ૪૫ વર્કશોપ, ૩૫ થિયરી રૂમ, વહીવટી ઓફિસ, સેમિનાર હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, કોન્ફરન્સ રૂમ, ફાયર સેફટી, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ જેવી વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.


થિયરીની સાથે પ્રાયોગિક જ્ઞાન આપવા આધુનિક મશીનરી સાથે ટ્રેનિંગ પૂરી પાડતી ITI ખાતે એન.સી.વી.ટી. તેમજ જી.સી.વી.ટી. પેટર્નના વર્કશોપ ઉપરાંત મેગા આઈટીઆઈ અંર્તગત એડવાન્સ વેલ્ડીંગ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમાઈઝેશન, આઈ.ટી. અને ઈમર્જીંગ ટેકનોલોજી, ટેક્ષટાઈલ અને એપરલ એમ જુદા જુદા ક્ષેત્ર આધારિત સેન્ટર ઓફ એક્સલન્સ તૈયાર કરાઈ રહ્યા છે.અત્રે નોંધનીય છે કે, રાજ્યની જુદી જુદી આઈટીઆઈમાં ફરજ બજાવતા કર્મચારીઓના કૌશલ્યમાં સતત વધારો થાય એ માટે ઈન્સ્ટીટ્યુટ ફોર ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ માટે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ધરાવતું સેન્ટર આગામી દિવસોમાં સાકાર થશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુ સમાચાર મેળવવા…

Samaykranti.com

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી