સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડીની ફતેપુર પ્રાથમિક શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ફતેપુરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેઠેલા હતા અને શાળાના શિક્ષકો તાળા મારીને ઘરે જતા રહ્યાં હતા. વિદ્યાર્થીઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં ધોરણ-1માં જે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ બેઠા હતા, અને શનિવાર હોવાના કારણે શાળાનો સમય સવારનો હતો. 11.30 વાગ્યે કોઈ કારણોસર શાળાનો ઈલેક્ટ્રિક બેલ વાગ્યો નહીં, જેથી વિદ્યાર્થીઓને મૌખિક રીતે જાણ કરીને છૂટા કરવામા આવ્યા હતા.પરંતુ ધોરણ-1ના ક્લાસરૂમમાં કોઈ હાજર નહોતું અને ન તો કોઈ ત્યાં જાણ કરવા ગયું. દરેક ક્લાસરૂમમાંથી બાળકો ઘરે ગયા છે કે કેમ એ જોવાની કોઈએ તસ્દી પણ ન લીધી. પરિણામરૂપે શનિવારે વહેલા ઘરે જવાની ઉતાવળે શાળાના સંચાલકો શાળાના દરવાજે તાળા મારીને ઘરભેગા થઈ જતા બોળકો અંદર પુરાઈ ગયા હતા.ત્યાર બાદ શાળાના બાળકોએ રોકકળ સાથે આક્રંદ કરી મુકતા ગ્રામજનો અવાજ સાંભળીને શાળા ખાતે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને તાળું તોડીને રૂમમાંથી બહાર કાઢ્યા હતા.તો બીજી તરફ બેદરકાર શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે..