સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના શ્રાવણીયા ગામે ગ્રામીણ ઓલોમ્પીક નું ઉદ્ઘાટન વ્યારા વિધાનસભા ના ધારાસભ્ય મોહન કોંકણી ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ દસ જેટલી રમત નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લા ના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત ગામ ના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
સોનગઢ તાલુકાના શ્રાવણીયા ગામે દર વર્ષની માફક આ વર્ષે પણ સમાજના આગેવાનો દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ લોકોમાં ગ્રામીણ ખેલ કુદ ની પોતાની પ્રતિભા આગળ લાવી શકે અને રમત થકી પોતાની આગવી ઓળખ અને સમાજનું નામ રોશન કરે તે હેતુ થી આ ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન કરાયું છે
જેમાં ધારા સભ્ય મોહન ભાઈ કોંકણી અને મહા મંત્રી રાકેશભાઈ સહિત ના રાજકીય આગેવાનો દ્વારા આ ગ્રામીણ ઓલિમ્પિક નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઓલમ્પિક માં 10 જેટલી ગેમો નું આયોજન કરાયું છે ત્યારે ખેલાડીઓ માં રમત ને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે..