એક વખત અમારા સ્ટોલની મુલાકાત લઇ લોકલ આર્ટીસ્ટ પાસેથી વોલ આર્ટની ખરીદી કરવા વિનંતી કરતા મેક્રેમ આર્ટીસ્ટ-રીટાબેન ચૌધરી
સમય ક્રાંતિ ન્યૂઝ તાપી..
મેક્રેમ આર્ટીસ્ટ એટલે દોરીઓથી વિવિધ સજાવટની બનાવટ કરતા કલાકાર. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા હસ્તકલા મેળામાં અનુમાલાના મેક્રેમ આર્ટીસ્ટ રીટાબેન ચૌધરીનો સ્ટોલ સૌનું ધ્યાન કેદ્ન્રિત કરી રહ્યો છે
રંગબેરંગી દોરીઓથી બનાવેલી વિવિધ કલાત્મક વોલ આર્ટ સૌને આકર્ષિત કરી રહી છે. જેમા તેઓ દ્વારા દોરીઓથી ગુંથેલા વોલ હેન્ગર્સ, પોટ હેન્ગર્સ, લેમ્પ, બેગ, ફ્લોવર્સ, વગેરે ઉપલબ્ધ છે. રીટાબેન ચૌધરીએ ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સ્થાનિકો પાસેથી કલાત્મક ચિજો ખરીદવા અને એક વખત લોકલ આર્ટીસ્ટના સ્ટોલની મુલાકાત લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.