સમય ક્રાંતિ ન્યૂઝ..
અમદાવાદમાં 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. પરિણામે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં આયોજિત થનારી ફાઈનલ ક્રિકેટ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની વધારાની ભીડને સમાયોજિત કરવાના ઉદ્દેશથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ અને છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ
ટ્રેન નંબર 09001/09002 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09049/09050 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 01153/01154 છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09001,09002,09049,09050 અને 01154 નું બુકિંગ 18 નવેમ્બર, 2023 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન રૂપે ચાલશે. રોકાણના સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.