ચૂંટણી પ્રચાર અંગે વાહનની ૫રવનાગી લેવાની રહેશે

ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વિન્ડસ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચા૨ કરી શકશે નહી.

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભા૨તીય ચુંટણી આયોગ દ્વારા તા.૧૬.૦૩.૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ પરિપત્ર થી ગુજરાત રાજયમાં મતદાન તા.૦૭.૦૫.૨૦૨૪ અને મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ ના રોજ નક્કી કરવમાં આવેલ છે. જે અંતર્ગત આદર્શ આચારસંહિતા બાબતે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડી તેનો અમલ કરવા સુચના આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ચુંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે વાહન ઉપર લાઉડ સ્પીક૨ લગાડી પ્રચાર કરતા હોય છે અથવા પ્રચા૨ કરાવતા હોય છે. પ્રચારમાં વાહનોનો ઉપયોગ કરવા માટે જે તે વિસ્તા૨ના સક્ષમ અધિકારીશ્રી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી લેવાની હોય છે. આવી મેળવેલ પરવાનગી/પરમીટો વાહન ઉપર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે વિન્ડ સ્ક્રીન પર લગાવવાની હોય છે. વધુમાં પ્રચાર માટે માઇકનો ઉપયોગ કરવા માટે પણ સબંધિત સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવવાની હોય છે. જે સુચનાઓનો ચુસ્ત પણે અમલ થાય તથા ચૂંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવ૨ણમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા દ્વારા ફોજદારી કાર્યરીતિ અર્ધનયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે છે.
જાહેરનામા મુજબ કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારો કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતી વખતે જે-તે વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીશ્રી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી મેળવ્યા સિવાય વાહનનો કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી,ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વિન્ડસ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચાર કરી શકશે નહી,વગર પરવાનગીએ વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. હુકમ તા.૧૬/૦૩/૨૦૨૪ ના કલાક ૦૦.૦૦ થી તા.૧૪/૦૫/૨૦૨૪ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી