સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાતની અન્ય બેઠકો માટે કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. અગાઉ ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.7 બેઠક પૈકી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડવા ઇન્કાર કર્યો છે.
છોટા ઉદેપુરથી પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવા, સાબરકાંઠાથી ધારાસભ્ય તુષાર ચૌધરી, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, આણંદથી ધારાસભ્ય અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પાટણથી ચંદનજી ઠાકોર, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસે ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવા જણાવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.ત્યારે હવે ટૂંક સમયમાં ફાઇનલ યાદી જાહેર થતાં સમગ્ર અટકળો પર પૂર્ણ વિરામ આવી જશે પરંતુ હાલતો ઉમેદવારો ના નામ ચલાવતા તેમના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે..