ભાજપ કાર્યાલય માટે બુટલેગરે આપી જમીન, ગોરધન ઝડફિયાએ સ્ટેજ પર ગુલદસ્તો આપ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યકરોને ભાજપ માં જોડવાના કાર્યક્રમમાં સ્ટેજ પર બુટલેગર દેખાયો હતો. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ તેમજ મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયાએ આ બુટલેગરનું ગુલદસ્તો આપી સ્વાગત કરતા ભાજપની આબરૂ ધૂળધાણી થઇ છે.

છોટાઉદેપુર ખાતે ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોને ભાજપમાં જોડવા માટે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમમાં ભાજપના નેતાઓ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા,  સાંસદ ગીતાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના અલીરાજપુરનો બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ સ્ટેજ ઉપર ભાજપનો ખેસ નાખીને ચડ્યો હતો અને ગોરધન ઝડફિયાએ ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું હતું. જયારે લોકસભાના  ભાજપ ના ઉમેદવાર  જસુ રાઠવાએ પણ ગુલદસ્તો  આપી તેનું સ્વાગત કર્યું.આ બુટલેગરે ભાજપ કાર્યાલય બનાવવા માટે જગ્યા આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના આ બુટલેગર સામે છોટાઉદેપુરમાં અગાઉ ગુન્હો નોંધાયો હતો અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.ભાજપના આ કાર્યક્રમમાં બુટલેગરની હાજરીથી ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો છે. છોટાઉદેપુર ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાના કાર્યક્રમમાં નેતાઓએ બુટલેગરનું સ્વાગત કરીને સ્ટેજ ઉપર પણ સ્થાન આપ્યું હતું, સાથે ભાજપ કાર્યાલય બનાવવા માટે જગ્યા આપવાનો આભાર પણ માન્યો હતો.છોટાઉદેપુર ભાજપના નેતાઓ આ બુટલેગરને સારી રીતે ઓળખે છે અને સબંધો પણ ધરાવે છે. છોટાઉદેપુરમાં આ બુટલેગરની દરરોજ આવન-જાવન પણ છે. હાલ તો ભાજપ ચૂંટણી જીતવા માટે કોઈને પણ ગળે લગાવે તેવું વાતારવરણ ઉભું થયું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી