હાર્દિક પંડ્યા નહીં આ ખેલાડીને મિસ કરી રહી છે ગુજરાત ટાઈટન્સ, મોહિત શર્માએ કર્યો ખુલાસો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 63 રનથી હાર બાદ સ્વીકાર કર્યો કે મોહમ્મદ શમી જેવા બોલરની ભરપાઈ કરવી ખુબ મુશ્કેલ છે. ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર શમી ઈજા બાદ સાજો થઈ રહ્યો છે અને આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. શમી બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે. તે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર રહ્યો હતો. મોહિત શર્માએ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ બાદ સંવાદદાતાઓને કહ્યું- કોઈપણ ટીમને શમી જેવા બોલરની ખોટ પડશે અને તમે તેની ભરપાઈ કોઈ અન્ય ખેલાડીથી ન કરી શકો. પરંતુ ઈજા પર કોઈનું નિયંત્રણ નથી અને તમારે તેની સાથે આગળ વધવાનું છે. તેણે કહ્યું- જ્યાં સુધી ગુજરાત ટાઈટન્સની વાત છે સ્પેન્સર (જોનસન) અને અઝમતુલ્લાહ (ઉમરઝઈ) નું આ પ્રથમ વર્ષ છે. તે અત્યાર સુધી વધુ ક્રિકેટ રમ્યા નથી તેથી આપણે તેની સાથે ધૈર્ય રાખવું જોઈએ અને પરિણામ પર વધુ ધ્યાન આપવું ન જોઈએ.

સુપર કિંગ્સે છ વિકેટ પર 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેમાં ઓપનિંગ બેટર રુતુરાજ ગાયકવાડ (46) અને રચિન રવીન્દ્ર (46) તથા શિવમ દુબે (51) એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાઈટન્સના બોલરો મોંગા સાબિત થયા હતા. ઉમેશ યાદવે બે ઓવરમાં 27 રન તો રાશિદ ખાને 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. 

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રાશિદ ખાનને બે સફળતા જરૂર મળી હતી. મોહિતે કહ્યું કે ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા પાવરપ્લેમાં વધુ રન બનાવવાને કારણે મોટી હારનો સામનો કરવો પડ્યો. તેણે કહ્યું (ચેન્નઈની રણનીતિ) માં વધુ અંતર નથી. જ્યારે હું સુપર કિંગ્સ માટે રમતો હતો ત્યારે પણ આમ થતું હતું અને તે સામાન્ય રીતે પાવરપ્લેમાં વધુ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. પાવરપ્લે બાદ સુપર કિંગ્સનો સ્કોર 1 વિકેટે 69 રન હતો.

Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી