નવસારી જિ.પં.ની કૂકેરી બેઠકના ભાજપી સભ્યે ભગવો છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભાની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે એક તરફ રાજકીય પક્ષોના નેતાઓ જ્યાં ­ચાર કરી રહયા છે, ત્યાં બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ જારમાં ચાલી રહી છે. પક્ષથી નારાજ થયેલા નેતાઓ-કાર્યકરો પક્ષપલટો કરી રહયા છે. ભાજપમાં તો જાણે ભરતીમેળો ચાલી રહયો છે. કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો ભાજપનો ભગવો ધારણ કરી રહયા છે. ત્યારે નવસારી જિલ્લામાં વિપરીત સ્થિતિ જાવા મળી રહી છે. જિ.પં.ની કૂકેરી બેઠકનું ­તિનિધિત્વ કરતાં ભાજપના ­કાશ પટેલે ભગવો છોડી કોંગ્રેસના પંજાનો સાથ પકડ્યો છે. વાંસદાના કોંગી ધારાસભ્ય અને લોકસભાની વલસાડ બેઠકના ઉમેદવાર અનંત પટેલે તેમને કોંગીનો ખેસ પહેરાવી પક્ષમાં ­વેશ કરાવ્યો છે.


ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસ અગાઉ જ જિ.પં.ની કુકેરી બેઠકના ભાજપી સભ્ય ­કાશ બાલુભાઈ પટેલને તેમના કથિત પક્ષવિરોધી વાણીવિલાસ થકી પક્ષની છબીને ખરડે તેવી વાતો અને ચર્ચાઓ કરતા હોવાના આરોપ સાથે કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસમાં તેમને પક્ષવિરોધી ­વૃતિ માટે પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે મુદ્દે બે દિવસમાં લેખિત જવાબ આપવા જણાવાયું હતું. ­કાશ પટેલે પણ તેમને પક્ષ તરફથી નોટીસ મળી હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ આ બાબતે પોતે નિર્દોષ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.­કાશ પટેલ દ્વારા જણાવાયું હતું કે, તેઓ વર્ષોથી ભાજપ સાથે જાડાયેલ હતા. હાલ પણ તેઓ જિ.પં.ની કુકેરી બેઠક પરથી જિ.પં.ના સભ્ય છે. તેમના કહેવા મુજબ, જિ.પં.ના કુલ ૩૦ પૈકી ૨૩ સભ્યો આદિવાસી હોવાથી જિ.પં.ના ­મુખપદ માટે આદિવાસીને ­ાધાન્ય આપવા તેમણે પક્ષમાં રજૂઆત કરી હતી. પોતાને ­મુખ બનાવવાની વાત તેમણે કરી ન હતી. માત્ર જિ.પં.ના ૨૩ આદિવાસી સભ્યો પૈકી કોઇને પણ જિ.પં. ­મુખ બનાવવા તેમણે રજુઆત કરી હતી. તેમની આ રજૂઆતને કાને ન ધરાતા તેઓ પક્ષમાં નિષ્ક્રિય થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ તેમને કારણદર્શક નોટીસ અપાતા તેમણે બે જ દિવસમાં ભાજપનો ભગવો ઉતારી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી