ઓનલાઇન આઇડીથી રમાડાતા ક્રિકેટ સટ્ટાબેટિંગના નેટવર્કનો પર્દાફાશ

સમય ક્રાંતિ ન્યૂઝ..

અમદાવાદ, શહેરની ચાંદખેડા પોલીસે ઓનલાઇન આઇડી મારફતે આઇપીએલની કોલકત્તા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાન્ટ્‌સની મેચ પર ક્રિકેટ સટ્ટાબેટિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે જગતપુર સેવી સ્વરાજ સ્પોટ્‌ર્સ ક્લબની સામે આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રેડ કરીને છ સટોડિયાઓની ધરપકડ કરીને ચારથી વધુ વોન્ટેડ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ દિલ્હી અને મુંબઇના શખ્સ પાસેથી સટ્ટો રમવા માટે આઇડી ખરીદ્યા હતા અને રાજસ્થાનના શખ્સ પાસે સટ્ટો કપાવતા હતા.

જોકે, પોલીસે રેડ કરતા આ તમામ સટોડિયાઓ તેમના ગ્રાહકોને ઓનલાઇન મીટિંગ એપ્લિકેશન પર ભેગા કરીને સટ્ટાબેટિંગનું નેટવર્ક ચલાવતા હોવાની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. ચાંદખેડાના પીઆઇ નિકુંજ સોલંકી અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ વી. જી. ડાભીએ બાતમીના આધારે જગતપુર સેવી સ્વરાજ સ્પોટ્‌ર્સ ક્લબની સામે આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ફ્લેટના જી બ્લોકના ૧૩૦૪ નંબરના મકાનમાં રેડ કરી ત્યારે છ શખ્સો ટીવી પર મેચ ચાલુ રાખીને લેપટોપ અને ફોન મારફતે સટ્ટો રમતા અને રમાડતા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જેને લઇને પોલીસે આરોપી પ્રવીણ ઘાંચી, દિપક કુમાર, યતીન ખુરાના, હરેન્દ્ર ડીડેલ, બસંતકુમાર (તમામ રહે. સેવી સ્વરાજ) તથા આશિષ પાલીવાલ (રહે. પેસિફિકા સોસા. વૈષ્ણોદેવી)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પ્રવીણ અને દિપકે અન્ય લોકોને ફ્લેટમાં સટ્ટો રમવા માટે ભેગા કર્યા હતા. આરોપીઓએ મુંબઇના રાહુલ ચોરસિયા પાસેથી સટ્ટો રમવા માટેના આઇડી લીધા હતા. આ તમામ આરોપીઓ તેમના ગ્રાહકોને લેપટોપમાં ઝૂમ એપ્લિકેશનથી ઓનલાઇન મીટિંગમાં બોલાવી ગ્રાહકોના કહેવા મુજબના સોદાઓ ઓનલાઇન કરીને સટ્ટો રમતા હતા. જેને લઇને પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને પાંચ લેપટોપ, ૧૭ મોબાઇલ ફોન અને દારૂની બોટલો સહિત કુલ રૂપિયા ૪.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ચાર લોકોની શોધખોળ હાથ ધરી છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી