તાપી જિલ્લાના ગામે-ગામ નાગરિકોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે

“આવો સૌ મતદાન કરીએ, હું તો મતદાન કરીશ જ”

ચૂંટણીના માહાપર્વમાં નાગરિકોની સો ટકા ભાગીદારી સુનિશ્ચિત કરવાના સુદ્રઢ પ્રયાસો કરતું તાપી જિલ્લા ચૂંટણી તંત્ર

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને અનુલક્ષીને વ્યારા તાલુકાના લખાલી ગામે “મને જોઈએ જો મારો હક, તો નિભાવવી પડશે મારી ફરજ” ના સ્લોગન સાથે ગ્રામજનોને મતદાન જાગૃતિનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો હતો. સોનગઢ તાલુકાની સરકારી માધ્યમિક શાળા નાના કાકડકુવાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના સહયોગથી ગ્રામજનોને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.

ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ખાતે આવો “સૌ મતદાન કરીએ, હું તો મતદાન કરીશ જ”, “ગો વોટ” ના પોસ્ટરો થકી ગ્રામજનોને મતાધિકારનો ઉપયોગ કરીને લોકતંત્રને મજબુતી પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો. ડોલવણના ગડત ગામના એગ્રો ખાતે પણ લોકોને મતદાન અંગે જાગૃતિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ટૂંકમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને ચૂંટણીપર્વમાં જોડવા માટે નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલના નેતૃત્વમાં સ્વીપ એક્ટિવિટી સાથે સંકળાયેલા કર્મઠ કર્મીઓ તમામ તાલુકાઓમાં સ્વીપ પ્રવૃત્તિઓ થકી લોકોને મતદાનનું મહત્વ સમજાવી જાગૃત કરી રહ્યાં છે. તાપી જિલ્લામાં સો ટકા મતદાન થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહ્યાં છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી