મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી, લખનઉ સામે 4 વિકેટથી હાર

સમય ક્રાંતિ ન્યૂઝ..

2024માં આજે 48મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયો હતો. મેચામાં લખનઉએ મુંબઈને 4 વિકેથી હાર આપી હતી. હાર સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી બની છે. મુંબઈએ મેચ જીતવા 145 રનના ટાર્ગેટને લખનઉની ટીમે 19.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. લખનઉ તરફથી સ્ટોયનિસે સર્વાધિક 62 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલે 28 રન, દીપક હુડાએ 18 રનનું યોગદાન આયું હતું. નિકોલસ પૂરન 14 રને નોટ આઉટ રહ્યો હતો.  મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ 26 રનમાં 2 વિકેટ લીધી હતી.પહેલા બેટિંગ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટિમ ડેવિડે 18 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરાએ 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઈશાન કિશન 32 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા શૂન્ય રને આઉટ થયો હતો. લખનઉ તરફથી મોહસીન ખાને 2 વિકેટ લીધી હતી. નવીન ઉલ હક, સ્ટોઈનિસ, મયંક અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં સૌથી વધુ મેચ હારવાના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ જીત સાથે લખનઉ સુપરજાયન્ટ્સ ની ટીમે આઈપીએલ પ્લેઓફનું સમીકરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી