સમય ક્રાંતિ ન્યૂઝ..
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) એ આવતા મહિને ન્યૂયોર્કમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 વર્લ્ડ કપ મેચ પર હુમલો કરવાની ધમકી આપી છે. જેને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના અધિકારીઓએ બુધવારે કહ્યું કે તેઓ સુરક્ષા વધારી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ISએ બ્રિટિશ ચેટ સાઈટ પર નાસાઉ કાઉન્ટીના આઈઝનહોવર પાર્કમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી, જેના ઉપરથી ડ્રોન ઉડી રહ્યા હતા.જેમાં તારીખ 9/06/2024 બતાવવામાં આવી હતી, જે ભારત-પાકિસ્તાન મેચની તારીખ છે.
ભારત-પાકિસ્તાન મેચ અમેરિકન સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને કટ્ટર હરીફ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. ભારતીય લોકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર વર્લ્ડ કપની મેચ લાઈવ જોઈ શકશે. જ્યારે મોબાઈલ અને ટેબલેટ યુઝર્સ ડિઝની હોટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ માણી શકશે