સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ ખાતે આવેલ ઐતિહાસિક કિલ્લા માં ફરવા આવેલા સહેલાણી ની મોટર સાયકલની ચોરી થતા સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે..
સોનગઢ ખાતે આવેલ કિલ્લા ના પાર્કિંગ માં ફરિયાદી આશિષ ભાઈ ગામીતે પોતાની બાઈક પાર્ક કરીને મૂકી હતી ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસમે 30 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઈ જતાં આશિષ ભાઈએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી જેને લઇ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..